Monday, March 21, 2011

કહેવતો



કહેવતો




-લાંબા ભેગો ટૂકો જાય,મરે નહિ તો માંદો થાય.
-વા ફરે વાદર ફરે ન ફરે સુરા નાં બોલ.
-કોણે કહ્યું હતું કે,’ બેટા, બાવળિયે ચડજો?’
-દુકાળમાં અધિક માસ.
-ગાંડી માથે બેડું.
-અબી બોલા અબી ફોક.
- અધૂરો ઘડો છલકાય.
-ભરમ ભારી અને ખિસ્સાં ખાલી.
-સંગ તેવો રંગ-સંગત તેવી રંગત
-વાન ન આવે પણ સાન આવે.
-અડધા પાપડ માટે નાત જમાડવી.
-બે વસ્તુઓ નબળાઇ બતાવે છે : બોલવું ઉચિત હોય તે સમયે ચૂપ રહેવું અને મૌન ઉચિત હોય તે સમયે બોલવું.
-બગાસુ ખાતા પતાસુ પડ્યું
-મજબુરી કા નામ મહાત્મ ગાંધી
-ટ્યુબલઇટ થવી
-રાજા,વાજા ને વાંદરા તણેય સરખા.
-ડાહી સાસરે ન જાય ગાંડીને શિખામણ આપે
-ચોર નો ભાઇ ઘંટી ચોર
-ધરમ ની ગાય઼ ને દાંત ન હોય઼
-ડોહી ઊંટ પર બેહી
-પટેલ ની ઘોડી પાદર સુઘી
-ખાદી પહેરવાથી ગાંધી ન બનાય..
-માં તે માં બાકી બધા વગડા ના વા…
-ભરમ ભારીને ખિસ્સા ખાલી
-વાંસ ના કજિયામાં વન બળે
-શિકાર વખતે કુતરી મુતરવા જાય.
-દશેરા ના દિવસે ઘોડો ના દોડે.
-સાપ મારવો તો પુરો મારવો.
-ઉજ્જડ ગામ માં એરડો પ્રધાન
-પ્યાર ઝુકતા નહી ઓર બનીયા રુકતા નહી.
-વખાણેલી ખીચ્ચડી દાઢે વળગે.
-બોલે તેના બોર વેચાય
-ના બોલવા માં નવ ગુણ
-કર્યા પર પાણી ફેરવવું
-બાર વરસે બાવો બોલ્યો ઘુ ઘુ ઘુ
-ઝાઝા હાથ રડીયામણા
-કુતરા ની પૂછડી વાંકી ને વાંકી.
-શેઠ ની શિખામણ જાપા સુધી.
-નામ લિયા ઓર શેતાન હાજીર.
-વાવો તેવું લણો
-સંપ ત્યાં જંપ
-અભાગિયેકે ઉઠ તે કુતો ડાડે” (અભાગિયાને ઊંટ પર કુતરૂં કરડે.)
-હાથ ના કર્યા હેયે વાગ્યા
-ભાગતા ભૂત ની લંગોટ ભલી
-બાપ એવા બેટા ને વડ એવા તેટા
-છોરા ના લક્ષણ પારણે થી અને વહુ ના લક્ષણ બારણે થી
-મોર ના ઈંડા ને ચીતરવા ન પડે
-મફત નું ચંદન ને ઘસ બેતા લાલિયા
-બગલ માં છોરું ને ગામ માં ઢંઢેરો
-ખાડો ખોદે તે પડે
-પાદવા ની પહોંચ નહિ ને તોપખાના માં નામ લખાવે
-ધરમ ની ગાય નાં દાંત ના જોવાય
-રામ રાખે તેને કોણ ચાખે
-મીઠા જાડ ના મૂળ ન ખવાય
-પાકા ઘડે કાઠા ન ચડે
-તમાશાને તેડું નહીં (ને બાવળિયાને ખેડું નહીં).
-પારકે પૈસે પરમાનંદ (ને ખાઈપીને કરો આનંદ).
-આવ બલા પકડ ગલા ( એ બલાસે ભાગના ભલા).
-અશક્તિમાન ભવેત્ સાધુ (અને કુબ્જા નારી પતિવ્રતા).
-ઈન મીન ને સાડા તીન (આધા રહ્યા સો લિયા છીન, ફિર તીન કે તીન).
-એક નૂર આદમી ને દસ નૂર કપડાં (હજાર નૂર ઘરેણાં ને લાખ નૂર નખરાં)
-(કસાઈને ઘેર કુશળ) ને ધર્મીને ઘેર ધાડ.
-કાશીનું કરવત (આડુંએ વહેરે ને ઊભુંએ વહેરે).
-(ખરી બપોરે બણગું ને) પોપાંબાઈનું રાજ.
-ખાટલે મોટી ખોડ (એ કે પરથમ ખોયો જ નહીં).
-ખાધું પીધું તે આપણું (હાકળને ભર્યા ફોક, જીવ લઈ ગયો જમડો ત્યારે ખાઈ ગયા લોક).
-નામ તેનો નાશ
-દુકાળ ને વળી અધિક માસ (ભૂખ્યો ને વળી ટાઢી છાશ).
-દિલ લગા ગધ્ધી સે તો પરી કયા ચીજ હૈ.
-ઢમ ઢોલ માંહે પોલ (ઉપર વાઘા ને માંહે નાગા).
- ડુંગરા દૂરથી રળિયામણા
-ટકાના તેર
-ઝાઝા હાથ રળિયામણા
-જંગલમાં મંગલ
-ઠંડા પહોરના ગપાટા
-મિયા બીબી રાજી તો કયા કરે કાજી?
-દીકરી ને ગાય, જ્યાં દોરે ત્યાં જાય.
-ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી.
-ચોરનો ભાઈ ઘંટી ચોર નહીં
-ન કરે નારાયણ કરે સ્વામીનારાયણ
-છોરું કછોરું થાય
-ગામ ત્યાં ઢેઢ વાડો
-ગોળાને મોઢે ગળણું બંધાય
-નદી નાવ સંજોગ છે
-આગે સે લાત, પીછે સે બાત
-નાક લીટી તાણી
-જે જાય જાવે તે કદી નહીં પાછો આવે.
-સાથે બેસે ચાર ચોટલા તો ભાંગે ઘર ને રોટલા
-મા મૂળી ને બાપ ગાજર.
-બાંધી મુઠ્ઠી લાખની (ને ઉઘડતાં વા ખાય).
-બોડી બામણીનું ખેતર ને બાવો રખોલીયો
-રાઈના પાડ રાતે ગયા
-સસ્તી સુખડી ને સિદ્ધપુરની જાત્રા
-ખાલી ચણો વાગે ઘણો
-ઘઉં ખેત મેં, બેટા પેટ મેં
-ઘરમાં હાંલ્લેહાલ્લાં લડે
-ખોટો રૃપિયો ચમકે ઘણો
-ઘરડી ઘોડી ને લાલ લગામ
-ધરમના કામમાં ઢીલ નહીં
-ધૂળધાણી ને વા પાણી
-ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો.
-નવી વહુ નવ દહાડા
-ધૂળ પર લીંપણ
-નહીં લેવા નહીં દેવા
-વાતનું વતેસર કરવું
-ખરી વાતમાં શાનો ખાર
-તેરી બી ચૂપ ઔર મેરી બી ચૂપ.
-જૈસી કરની વૈસી ભરની
-કમજોર ઔર ગુસ્સા બહોત
-અંધેર નગરી ગંડુ રાજા
-ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા).
-અંધારી રાતે મગ કાળા
-એક મ્યાનમાં બે તલવાર નહીં માય
-આંધળા સામે આરસી
-જાનમાં કોઈ જાણે નહીં ને લાડા ની ફૂઈ
-ગમે તેટલું ઊંચું વૃક્ષ હોય, નાનામાં નાની કુહાડી ઉપર સુધી પહોંચી શકે છે (ચાઈનીઝ કહેવત).
-જે ગુસ્સે થઈ શકતો નથી એ મૂર્ખ છે, જે થતો નથી એ ડાહ્યો છે (ઇંગ્લિશ).
-મૃત્યુ પીંછા કરતાં હલકું છે, જીવન પહાડ કરતાં વજનદાર છે (જાપાનીઝ).
- જરાક બૃદ્ધિવાળા મૂર્ખ સૌથી વધારે તકલીફ આપે છે (ફ્રેન્ચ).
-લડાઈ કરવાની કે પરણવાની કોઈને સલાહ આપવી નહીં (સ્પેનિશ).
-ધોળા વાળ ઉંમરની નિશાની છે, ડહાપણની નહીં (ગ્રીક).
-એક વાર પરણવું ફર્જ છે, બીજી વાર ભૂલ છે, ત્રીજી વાર પાગલપણું છે (ડચ).
-સ્ત્રી લગ્ન પહેલાં રડે છે, પુરુષ પછી (પોલેન્ડની પોલીશ).
-કિસ્મતવાળાને દરિયામાં ફેંકી દો તો મોઢામાં માછલી પકડીને એ ઉપર આવશે (આરબ).
-ખીલેલું ફુલ દસ દિવસથી વધારે રહેતું નથી, જીવતો માણસ દસ વર્ષથી વધારે સત્તા પર રહેતો નથી (કોરિયન)
-આંધળીને પાથરતાં વ્હાણું વાય.
-એવું કેવું રળવું કે, દીવો મુકીને દળવું. ( ખર્ચ બચાવવા અંધારામાં દળવું.)
-ડાહી બાઈને તેડાવો, ને ખીરમાં મીઠું નખાવો.
-ડાહી સાસરે નો જાય, ને ગાંડીને શીખામણ દે.
-વગર જણ્યે સુવાવડ શેં વેઠવી? ( કોઈ જાતના લાભ વગર બીજા માટે કેમ દુખ વેઠવું ? )
-સાત સુવાવડ સારી પણ એક કસુવાવડ ભુંડી.
-છોકરાં ધવડાવ્યે મોટાં થાય છે, રમાડ્યે નહીં.
-જણનારીનાં દખ જણનાર જાણે.
-મા કરતાંય વધારે હેત દેખાડે ઈ ડાકણ હોય.
-‘જુ’ ના પેટમાં લીખ જ પાકે.
-એક તોલડી તેર વાનાં માંગે.
-પરણ્યાને પાળે ને જણ્યાને જીવાડે ઈમાં શું નવાઈ?
-માવતર ગઈઢાં થાય; માવતરનાં હેત ગઈઢા નો થાય.
-હું પહોળી ને શેરી સાંકડી.
-દીકરાના પાડની દીકરી છે.
-“જ્ઞાનનો ફેલાવો થઇ શકે ડહાપણનો નહી
-ઘરડાં ગાડાં વાળે
-ધીરજનાં ફળ મીઠાં
-ઘો મરવાની થાય ત્યારે વાઘરી વાડે જાય
-જરા વાર જો ડુખ આખે ડી જો સુખ

સુ-વિચાર સુવિચાર




સુ-વિચાર
સુવિચાર




સંસારમાં સર્વ વસ્તુ સુલભ છે. માત્ર કર્મહીન લોકોને જ તેનો લાભ મળી શકતો નથી. ગોસ્વામી તુલસીદાસ


-આત્મવિશ્વાસ સૌથી મોટી મૂડી છે. તેના આધારે ઘણા જંગ જીતી શકાય છે. સ્વામી વિવેકાનંદ


-વિવેકશીલ માનવી હંસની જેમ જગતમાંથી જે સારું હોય તે લઈ લે છે અને ખરાબ હોય તેનો ત્યાગ કરે છે. સ્વામી પીયૂષાનંદ સરસ્વતી


-સત્ય થકી કીર્તિ પ્રાપ્ત થઈ શકે છે અને સહયોગથી મિત્ર બનાવાય છે. કૌટિલ્ય


-કામ, ક્રોધ અને લોભ- આ ત્રણેય આત્માનું પતન કરનાર નરકનાં દ્વાર છે. ભગવદ્ ગીતા


-સ્નાનથી તન, દાનથી ધન,સહનશીલતાથી મન અને ઈમાનદારીથી જીવન શુદ્ધ બને છે. અજ્ઞાત


-જે પરિવારમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો નથી ત્યાં લક્ષ્મી બિરાજે છે.


-જો શરીર સુખી તો મન સુખી અને જો મન સુખી તો જીવન સુખી. અજ્ઞાત


-મનના હાથીને વિવેકના અંકુશ વડે વશમાં રાખવો જોઈએ. -રામકૃષ્ણ પરમહંસ


-જીવનમાં તક ચૂકી જવી આપણું સૌથી મોટું નુકસાન છે.


-પુરુષાર્થથી દરિદ્રતાનો નાશ થાય છે અને જપથી પાપનો નાશ થાય છે.


-મૌનથી કલેશ ઉત્પન્ન થતો નથી અને -સજાગતાથી ભય પેદા થતો નથી. ચાણકય


-આંખો નહીં ધરાવનાર કરતાં પોતાના દોષ છુપાવનાર આંધળો હોય છે.


-કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી. ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં. અજ્ઞાત


-સમાજમાં તેવા મનુષ્ય માટે કોઈ જગ્યા નથી જે ઉદાસ, દુ:ખી અને નિરાશ હોય છે.


-દરેક વ્યક્તિ યોગી ના થઈ શકે તો વાંધો નહીં પણ બધાને ઉપયોગી તો જરૂર થઈ શકે.-સ્વામી પીયૂષાનંદ સરસ્વતી


-બાળકો એવા મોતી છે જેમને બજારમાંથી ખરીદી શકાતા નથી.


-કોઇ પણ વ્યક્તિને સાચા અર્થમાં પારખવી હોય તો તેને સત્તા સ્થાને બેસાડી દો.-અજ્ઞાત


-જીવનસંગ્રામમાં દરેક ક્ષેત્રોમાં રામાયણ અને મહાભારત મોજુદ છે, જો તમને રામ અને કૃષ્ણ બનતા આવડે તો વિજય તમારો જ છે.- અજ્ઞાત


-એષણા સમુદ્રની જેમ હંમેશા અતૃપ્ત રહે છે. તેને સંતોષવાનો પ્રયત્ન કરવાથી અશાંતિ વધે છે.- સ્વામી વિવેકાનંદ


-આક્રોશ,આવેગ અને આવેશની તૃપ્તિ માણસને ક્યારેય સફળ થવા દેતી નથી.-અજ્ઞાત


નીચ મનુષ્ય સાથે ઘનિષ્ઠ -મૈત્રી, અન્યને ઘેર વગર બોલાવે જવું, જ્ઞાતિ કે સંગઠન વિરુદ્ધ જાહેરમાં બોલવું – આટલી વસ્તુ કરવાથી માનહાનિ થાય છે.-સ્વામી વિવેકાનંદ


-સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા અને સંબંધો જો સાચા હોય તો એને કદી સાચવવા નથી પડતા.- અજ્ઞાત
-ક્યારેય અને ક્યાંય વધુ પડતું બોલબોલ કરવું નહીં, સામેવાળી વ્યક્તિ વિશે એકદમ અભિપ્રાય ન આપો.- અજ્ઞાત
-જેની વાતથી તમારું મન અશાંત થઈ જાય તેવી વ્યક્તિ પાસે ન બેસો કે તેવી વ્યક્તિને તમારી પાસે ન બેસાડો. – સ્વામી વિવેકાનંદ
-ઉત્સાહ, શક્તિ અને હિમ્મત ન હારવી, આ તમામ કાર્યસિદ્ધિ અપાવનારા ગુણ કહેવાયા છે.
-જીવનમાં દુ:ખ આવી પડે ત્યારે રડવું નહીં, તેનાથી માર્ગ નીકળતો નથી, પરંતુ હસીને મનને સ્થિર કરી માર્ગ કાઢવો જોઈએ.- અજ્ઞાત
-દુન્યવી વસ્તુઓમાં સુખની શોધ વ્યર્થ છે. આનંદનો ખજાનો તો તમારી અંદર જ હોય છે.-સ્વામી રામતીર્થ
-સત્યથી ધર્મનું, અભ્યાસથી વિદ્યાનું, સદવર્તનથી કુળનું અને અપારદર્શક વસ્ત્રો પહેરવાથી સ્ત્રીઓનું રક્ષણ થાય છે- વિદુરનીતિ
-જેમ બિલાડી દૂધને જુએ છે પણ પોતાને માથે ઉગામાયેલી લાકડીને જોતી નથી તેમ લોભિયો માણસ ધનને જુએ છે પરંતુ આપત્તિને જોતો નથી.- અજ્ઞાત
-દરેક ક્રોધી માણસે જીવનમાં એક દિવસ તો પોતાના ક્રોધનું પરિણામ ભોગવવું જ પડે છે.
-માત્ર પ્રકાશનો અભાવ નહીં પણ વધુ પડતો પ્રકાશ પણ મનુષ્યની આંખો માટે અંધકાર રૂપ સાબિત થાય છે.-સ્વામી રામતીર્થ
-મન જાગૃત હશે તો ક્ષીણ શરીર પણ બળવાન બનશે
-દુર્જન ભણેલો હોય તો પણ તેનો ત્યાગ કરવો જોઈએ કારણ કે સર્પ મણીથી શોભતો હોય તો પણ શું તે ભયંકર નથી ?- અજ્ઞાત
-જીવનનું ગણિત ઊંધું છે. વર્તમાનને સુધારો તો ભવિષ્ય આપમેળે જ સુધરી જાય છે.
-કૃતજ્ઞતા હૃદયની સ્મૃતિ છે. ક્ષમા મોટાઈની નિશાની છે.
-જે રીતે પાણી વગર અનાજ નથી ઊગતું તે રીતે વિનય વગર મેળવેલી વિદ્યા ફળદાયી નથી હોતી.
-સંસારનાં કડવાં વૃક્ષોનું અમૃતફળ એટલે સજ્જન પુરુષોની સંગત.
-વિશ્વના સર્વોત્કૃષ્ટ વિચારો અને કથનોનું જ્ઞાન અને તેનું આચરણ જ સંસ્કૃતિ છે.
જેને પોતાનામાં વિશ્વાસ નથી તેને ભગવાનમાં વિશ્વાસ ન હોઈ શકે. – સ્વામી વિવેકાનંદ
-કરકસર સારી બાબત છે, પણ તેમાં સામાન્ય બુદ્ધિ વાપરવી એટલી જ જરૂરી છે.
-ચિંતા ઊધઈ જેવી છે, જેના જીવનમાં ઘર કરી જાય છે તેનો સર્વનાશ કરીને જ ઝંપે છે.
-વૃદ્ધાવસ્થા અથવા વૃદ્ધત્વ આપણા બાળપણનું જ પુનરાગમન છે.
-વ્યક્તિએ શાંતિ અને સુખ મેળવવા માટે પોતાના વિચાર મુજબની અભિવ્યક્તિ અને તે મુજબનું જ કાર્ય કરવું જોઈએ. – અજ્ઞાત
-તર્ક કેવળ બુદ્ધિનો વિષય છે, હૃદયની સિદ્ધિ સુધી બુદ્ધિ પહોંચી શકતી નથી, જેને બુદ્ધિ માને પણ હૃદય ન માને તે વસ્તુ ત્યજ્ય છે. – મહાત્મા ગાંધી
-પોતાની આસપાસ સંતોષનો કિલ્લો ઊભો કરી દો, એને કોઈ ભેદી શકશે નહીં.
-સમાધાન એ એક સરસ છત્રીરૂપ જરૂર બની શકે છે પણ એ કદી છત બની શકતી નથી.
-જેણે પોતાની જાત પર કાબૂ મેળવી લીધો છે, તેને દુનિયાની કોઈ પણ શક્તિ હરાવી નહીં શકે.
-અસલી સોનું અગ્નિપરીક્ષાથી પાછું પડતું નથી, કારણ કે તેમાંથી જ તે વધુ ખરું થઈને નીકળે છે.
સંસારનું જ્ઞાન સંસારમાં રહીને જ મેળવી શકાય, બંધ રૂમમાં નહીં.
-જીવન મનુષ્યના અનુભવ, આચરણ અને અસ્તિત્વનો પાયો છે.
-ધન ખાતર જેવું છે, જ્યાં સુધી ફેલાવામાં ન આવે ત્યાં સુધી ઓછું ઉપયોગી હોય છે.
-વિવેક અંતરાત્માનો એક નાનકડો અવાજ છે, જે તમારી બોલી નથી બોલતો.
શાસન
-તમારું પોતાના ઉપર જેટલું શાસન વધુ હશે, એટલું બીજાના શાસનની જરૂર ઓછી પડશે.
-ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ પેદા થાય, મનને નબળું પડવા ન દો. જ્યાં રહો, આનંદમાં રહો.
-ઇચ્છા ત્યારે જ ફળ આપે છે જ્યારે તે દ્રઢ નિશ્ચયનું સ્વરૂપ ધારણ કરે છે.
-સદગુણ એકમાત્ર એવું રોકાણ છે જેમાં ક્યારેય નુકસાન થતું નથી.
-બુદ્ધિમાન વ્યક્તિના હાથ બહુ લાંબા હોય છે, જેનાથી તે દૂર સુધી નિશાન સાધી શકે છે.
-જે કામ ઉપાયથી થઈ શકે છે, તે પરાક્રમથી થઈ શકતું નથી.
-અપવિત્ર કલ્પના પણ એટલી જ ખરાબ હોય છે, જેટલું અપવિત્ર કર્મ.
-ગંભીર પરિસ્થિતિઓ જ મહાપુરુષોનું વિદ્યાલય છે.
-જે દ્રઢનિશ્ચયી છે, તે દુનિયાને પોતાના બીબામાં ઢાળી શકે છે.
-કોઈ પણ શ્રેષ્ઠ કામ આપમેળે જન્મતું નથી, તેણે વિચારોના ખોળામાં ખૂંદવું પડે છે.
-ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત, નમીએ નમીએ માત, અમારી ગુણવંતી ગુજરાત, મોંધેરા તુજ મણીમંડપમાં આ ઝુકી રાહ્યા અમ શીશ, માત મીઠી તુજ ચરણ પડીને માંગીએ શુભઆશિષ. – ખબરદાર
-ભૂલનો સ્વીકાર કરવો એ ઝાડુ ખંખેરવા જેવું છે, જેનાથી ગંદકી સાફ થઈ જાય છે.
ક્ષિતિજ
-આપણે બધાં રહીએ છીએ તો એક જ આકાશ નીચે, પરંતુ દરેકની ક્ષિતિજ જુદી જુદી હોય છે.
-દેવું એક એવું મહેમાન છે જે એક વખત આવ્યા પછી જવાનું નામ નથી લેતું.
-નિષ્ફળતા એ વાત સિદ્ધ કરે છે કે સફળતાનો પ્રયાસ મનથી કરાયો નથી. – સ્વામી વિવેકાનંદ
પારકા નાણાંનું અપહરણ કરનારી વ્યક્તિ આ લોકમાં જ પોતાની ઘોર ખોદે છે.
-દંભનો અંત સર્વનાશ છે અને અહંકારી આત્મા હંમેશાં પાપી જ હોય છે.
-ભગવાનની સેવામાં જાતનું સમર્પણ કરવું એ જ સાચી શરણાગતિ છે.
-જે ટેવો આપણને મુશ્કેલીમાં મૂકતી હોય તેના પર દ્રઢનિશ્ચય દ્વારા કાબૂ મેળવી લેવો જોઈએ.
-તલવારનો અવાજ એટલો કર્કશ નથી હોતો જેટલો જીભનો હોય છે.
બીજ
-મનની ધરતી પર એવાં બીજ ન વાવો કે જેથી આવતી કાલે પાક લણતી વખતે અશ્રુ વહાવવાં પડે.
-પુણ્યનો સાચો લાભ છુપાવવાથી મળે છે, તેના પ્રદર્શનથી નહીં.
-આપણું નસીબ અને આપણી આવતીકાલ આપણાં કર્મો પર જ આધારિત છે.
-શ્રેષ્ઠ વિચાર સારા ભવિષ્યનું નિર્માણ કરે છે અને ખરાબ વિચારો પતનના માર્ગે લઈ જાય છે.
-ભય ગમે તેટલો બળવાન હોય, સાહસ અને બુદ્ધિચાતુર્ય તેને પળવારમાં જ નષ્ટ કરી દે છે.
-આશાવાદ એવો માર્ગ છે, જે વ્યક્તિને અચૂક સફળતા તરફ લઈ જાય છે.
-અસત્યનો આશરો લઈને સત્યની શોધ કરવી શક્ય નથી.
-મહેનત અને દ્રઢ નિશ્ચયથી જીવનરૂપી જહાજને સાચી દિશા તરફ વાળી શકાય છે.
-ભક્તિનો અર્થ છે માનસિક, -માતાના ગુણથી સંસ્કાર બને છે અને સંસ્કારોથી સંસ્કૃતિ બને છે.
-જે વ્યક્તિ વાણીથી ઇમાનદાર નથી, તે કોઈ કામમાં ઇમાનદાર હોઈ શકે નહીં.
-જીવનમાં જો ઉદ્દેશ ન હોય તો હંમેશાં નિષ્ફળતા જ સાંપડે છે.
-મળેલી તકનો સારી રીતે ઉપયોગ કરવાની કુશળતા એ જ ખરી જાગૃતિ છે.
-મહાન વિચાર જ્યારે કર્મમાં પરિણમે છે ત્યારે તે મહાન કાર્ય બની જાય છે.
-એટલા મીઠા ન બનીએ કે કોઈ ગળી જાય અને એટલા કડવા પણ ના બનીએ કે કોઈ થૂંકી દે.
-સ્ત્રીને બળથી માપી ન શકાય તેથી તેને અબળા કહે છે. – ઉમાશંકર જોશી
-‘મા’નો અર્થ દુનિયાની બધી ભાષામાં મા જ થાય છે. – રવીન્દ્રનાથ ટાગોર
-કોઇપણ સ્ત્રીના સતીત્વનો ભંગ કરતાં પહેલાં મરી જવું ઉત્તમ છે. – ગાંધીજી
-સૌંદર્ય માટે પ્રસન્નતાથી વધીને બીજો કોઈ શણગાર નથી.
-વ્યસન મિત્રના સ્વરૂપે શરીરમાં ઘૂસે છે અને પછી દુશ્મન બનીને તેને મારી નાખે છે.
-માનવ-મસ્તિષ્કનું શિક્ષણ એ ઘોડિયામાં હોય છે ત્યારથી જ શરૂ થઈ જાય છે.
-દરેક વ્યક્તિ દુનિયાને બદલી નાખવાનું વિચારે છે, પોતાની જાતને બદલવાનું નહીં.
-નિષ્ફળતા એ સિદ્ધ કરે છે કે સફળતાનો પ્રયાસ મનથી કરાયો નથી. – સ્વામી વિવેકાનંદ
-સદ્ગુણ ફાટેલાં કપડાંમાં પણ તેટલાં જ ચમકે છે જેટલાં સૂટ-બૂટમાં.
-ડૂબતી વ્યક્તિ સાથે સહાનુભૂતિ તેને ડૂબવા દેવામાં નહીં પરંતુ બચાવવા માટે દાખવવી જોઈએ.
-જે પોતાના મોં અને જીભ પર કાબૂ રાખે છે તે પોતાના આત્માને દુ:ખમાંથી બચાવે છે.
-જ્યાં સુધી કોઈ કામ જાતે નહીં ઉપાડી લો, ત્યાં સુધી બીજો મદદ નહીં કરે.
-નમ્રતા અને સહનશીલતાથી મનુષ્ય તો શું, દેવતા પણ કાબૂમાં આવી જાય છે.
-જ્યાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે, ત્યાંથી જ ક્રૂરતાની શરૂઆત થાય છે.
-વિચાર ફૂલ જેવો છે અને વિચારવું એ તેને સુંદર માળામાં ગૂંથવા જેવું છે.
-વાસણ ત્યારે જ વધુ અવાજ કરે છે જ્યારે તે ખાલી હોય છે.
-જીવનમાં કપરો સમય તો આવે જ છે. એ તમારા પર આધારિત છે કે તમે તેને કેવી રીતે લો છો.
-બીજા સાથે સરખામણી કર્યા વગર જ જીવન જીવવામાં સંતોષ મળે છે.
-દુર્ભાગ્ય આપણે ખુલ્લા મૂકેલા દરવાજામાંથી જ પ્રવેશે છે.
-આપણી અંદર રહેલા સદગુણ આપણને દેવ બનાવે છે અને અવગુણ અસુર બનાવે છે.
-ક્રોધ એક ક્ષણિક પાગલપન છે. તેના પર નિયંત્રણ અત્યંત જરૂરી છે.
-જે ભાવ મનુષ્યને અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય તે જ અઘ્યાત્મ છે.
-કાર્ય નાનું હોય કે મોટું, તેની અસર સકારાત્મક હોવી જોઈએ.
-સલાહ તો અનેક લોકો મેળવે છે, પરંતુ તેનો લાભ લેતાં બુદ્ધિશાળીને જ આવડે છે.
કૂવા-ઢાંકણ-પાવઠું, જગનું ઢાંકણ જાર, બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ નાર.
- અજ્ઞાત
-સ્વાર્થ વિનાની પ્રાર્થનામાં પણ બળ હોય છે જ – જો એ ખરા હૃદયથી થતી હોય તો. – ગુલાબદાસ બ્રોકર
-લોકશાહીનો અર્થ હું એવો સમજું છું કે તેમાં ઉપેક્ષિતથી માંડી તમામ સંપન્ન વર્ગની વ્યક્તિને આગળ વધવાની સમાન તક મળે. – મહાત્મા ગાંધી
-આ દુનિયા કાયરો માટે નથી, તેમાંથી નાસવાનો પ્રયત્ન ન કરો, વિજય કે પરાજયની પરવા ન કરો, જીવનને વેડફી નાખવું ન પાલવે. – સ્વામી વિવેકાનંદ
-પહેલો મૂર્ખ તે ઠેકે કૂવો, બીજો મૂર્ખ તે રમે જૂઓ, ત્રીજો મૂર્ખ તે બહેન ઘેર ભાઇ, ચોથો મૂર્ખ તે ઘર જમાઇ. – અજ્ઞાત
-આપણા દરેકમાં દોષ હોય છે પણ દોષ મુક્ત થવાનો પ્રયત્ન કરવો એ આપણું કર્તવ્ય છે.- મહાત્મા ગાંધી
-એક વાત હૃદય પર કોતરી રાખજો કે આપણા જીવનના સુખ અને દુ:ખ મનના કારણ હોય છે. – જે. પી. વાસવાણી
-કાજળ તજે ન શ્યામતા, મુકતા તજે ન શ્વેત, દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત. – અજ્ઞાત
-હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.
-જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.
-પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
-દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ પોતાનાં કર્મ દોષને યાદ નથી કરી શકતો.
-પોતાના સંતાનને પુરુષાર્થની ટેવો પાડે છે તે મા-બાપ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે.
-દીકરીને સાસરે વળાવતી વખતે સંસ્કારોનો કરિયાવર કરનાર માતાપિતા સૌથી મોટો દાયજો આપે છે.
-જે માણસ કોઈનુંય કશું સાંભળતો જ નથી એનું ઈશ્વર પણ કંઈ સાંભળતો નથી.
-પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે.
-દુશ્મન માટે સળગાવેલી આગ, દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે.
-દુષ્કૃત્યોને હંમેશા ઢાંકી રાખે એવો પડદો વણનાર કોઈ વણકર હજુ પાક્યો નથી.
-હાલ તુરંત તમારી સામે આવેલા નાના-નાના કામો અત્યારે જ કરવા માંડીએ તો મોટા કામો શોધતા શોધતા આપ મેળે જ આવી પહોંચશે.
-સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે.
-નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.
-શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.
-બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?
-જવાબ શોધવો હોય તો પહેલા સવાલને બરાબર સમજી લેવો જરૂરી છે.
-જગતનાં સર્વ ઝગડાઓનું મૂળ અર્થ અને કામ જ હોય છે.
-આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.
-કાચા કાન, શંકાશીલ નજર અને ઢીલું મન માણસને ગમે તેવા ઉપભોગો વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે.
-સંતતિ અને સંપત્તિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય.
-જે માણસ પોતાની જાતને સુધારવા બેઠા હોય તેની પાસે બીજાની ટીકા કરવાનો સમય હોતો નથી.
-એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.
-અંધને રસ્તો બતાવવો, તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને રોટલો દેવો એ શ્રેષ્ઠ દાન છે.
- જગતને મિત્ર બનીને જોશો તો સુંદર લાગશે અને શત્રુ બનીને જોશો તો કદરૂપ લાગશે.
-જે ગરીબી આળસ, વ્યસન, મૂર્ખતા, અનીતિ અને નકામા ખર્ચાઓને લીધે આવી હોય તો જરૂર શરમજનક, એ સિવાયની ગરીબી માટે જરાય શરમાવાનું ન હોય.
-પાણી પણ ડૂબાડતા પહેલા બે વખત બચવાની તક આપે છે, કોઈને ખુલાસો કરવા માટેની એકાદ તક તો આપો.
-તમારી હાજરીથી જે લોકો કાંપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.
-જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.
- બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો, એટલા મીઠાં ફળ ભવિષ્યમાં મળશે.
-આપણને સહુને સામે કિનારે પહોંચવાની ઉતાવળ બહુ જ છે, પરંતુ હોડીને હલેસા બીજા કોઈ મારી દે તો.
-બાળકોને તમે તમારો પ્રેમ આપો. વિચારો નહીં. કારણ કે એની પાસે એમના પોતાના વિચારો છે જ એને પ્રતિપાદિત થવા દો.
-વેઠ ઊતારનાર માણસ પોતે જ પોતાને વેઠિયાનો દરજ્જો આપતો હોય છે. કામદાર પોતાના કામમાં જ્યારે મન રેડે છે, ત્યારે તે કારીગર બને છે અને કામમાં જ્યારે હૃદય રેડે છે ત્યારે તે કલાકાર બને છે.
-દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઈચ્છતા હોઈએ તેવા જ અંદરથી પણ રહીએ.
-તકની ઓળખાણની મુશ્કેલી એ છે કે એ જ્યારે આવે છે ત્યારે ખબર રહેતી નથી અને ચાલી જાય છે પછી બહુ મોટી લાગે છે.
-કીર્તિ મેળવવા માટે ઘણા જ સારા કામ કરવા પડે છે, પરંતુ અપકીર્તિ માટે એક જ ખરાબ કામ પૂરતું છે.
-પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.
-માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહીં.
-દિવસમાં બે-ત્રણ વખત સ્મશાન ને યાદ કરવામાં આવે તો બુદ્ધિમાં જરૂર ફેર પડશે
-અવેજ ખોયો આવશે, ગયા મળે છે ગામ, ગયો ન અવસર આવશે, ગયું મળે ના નામ. – અજ્ઞાત
-વિશ્વમાં બે પ્રકારના લોકો હોય છે આપનારા અને લેનારા. લેનારા સારું ખાઇ શકે છે, જ્યારે આપનારા સારું ઊંઘી શકે છે.
-કયું કાર્ય કરવું અને કયું ન કરવું તે અંગે જે મનુષ્ય જ્ઞાનમાં, ધર્મમાં, વિદ્યામાં અને વયમાં વૃદ્ધ હોય તેને માન આપીને પૂછે તે કદી મૂંઝાતો નથી. – વિદુર નીતિ
-જે તુજથી ના થઇ શકે, પ્રભુને એ જ ભરાવ, પાણિયારું નહીં પ્રભુ ભરે, ભરશે નદી તળાવ. – દલપતરામ
-મોજાં મારી પ્રેરણા છે, કારણ કે તેઓ પાછા પડે છે અને ઊઠે છે અને પાછા પડવા છતાં તેઓ ફરી ઊઠવામાં નિષ્ફળ જતાં નથી. – ડો. અબ્દુલ કલામ
-પ્રસંગોપાત જીવનમાં હસી લઉં છું, રડી લઉં છું અને આ જીવવા જેવું જીવન જાતે ઘડી લઉં છું. અજ્ઞાત
-ઝૂલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે. – શૂન્ય પાલનપુરી
-લક્ષ્યાંક માટે આશાવાદનો વિશ્વાસ જરૂરી છે. આશા કે વિશ્વાસ વિના કશું જ શક્ય નથી- હેલન કેલર
-આનંદ તો દરેક જગ્યાએ છે, પરંતુ તેનો સ્ત્રોત આપણા હૃદયમાં છે.
-સ્વચ્છતા અને પરિશ્રમ મનુષ્યના બે સર્વોત્તમ વૈદ્ય છે.
-ઉધાર એ મહેમાન છે જે એક વખત આવી જાય પછી જવાનું નામ નથી લેતો.
-જે વ્યક્તિ પોતાના ગુણો અંગે ઓછું જાણતો હોય છે, તેને લોકો તેટલો જ પસંદ કરતા હોય છે.
-જો અનેક પક્ષી એક થઈ જાય તો વાઘનું ચામડું પણ ઉતારી શકે છે.
-અન્યાય, અસત્ય અને કપટના પાયા પર સ્થાયી શક્તિની સ્થાપના કરવી અશક્ય છે.
-બીજાની મહેરબાનીની અપેક્ષા કરતાં પોતાના ગુણોની મદદથી આગળ વધવું સારું છે.
-ધનના ઘમંડમાં ચૂર મનુષ્યને પડ્યા વગર ભાન નથી આવતું.


-ધીરજથી નબળી વ્યક્તિને બળ પ્રાપ્ત થાય છે. અધીરાઈથી શક્તિ બરબાદ થાય છે.
-શિક્ષણ પુસ્તકોમાંથી મળે છે, પરંતુ અનુભવ જીવનમાંથી જ મળી શકે છે.
-આ જન્મનો અંત તે આગલા જીવનનો આરંભ છે.- વિનોબા ભાવે
નિરાશા
-જે બીજા માટે જીવવા માગે છે, તેને ક્યારેય નિરાશા નથી મળતી.
-આ જન્મનો અંત તે આગલા જીવનનો આરંભ છે.- વિનોબા ભાવે
-તે જીવનનો નાશ કરવાનો આપણને કોઈ અધિકાર નથી, જેને આપવાની શક્તિ ના હોય.
-ધનથી નહીં, સંતાનથી પણ નહીં, અમૃતસ્થિતિની પ્રાપ્તિ માત્ર ત્યાગથી જ થાય છે.-સ્વામી વિવેકાનંદ
-સફળતા એ અન્યો દ્વારા નક્કી થાય છે જ્યારે સંતોષ આપણા દ્વારા જ નક્કી થાય છે.- સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
-કુદરતી દુ:ખ એક કસોટી છે, ઊભું કરેલું દુ:ખ એક શિક્ષા છે.- શ્રી અરિંવદ
-સુંદરતા માટે પ્રસન્નતાથી વધીને બીજો કોઈ શ્રૃંગાર નથી.
-જે કાર્ય કરતા મનમાં આનંદ વ્યાપી જાય એ ધર્મ અને જે કાર્ય કરતા મનમાં ગ્લાની થાય એ અધર્મ.- બ્રહ્નાનંદ
-ઈશ્વરની અપેક્ષા હતી કે માનવી પ્રેમનું મંદિર બનાવે, પરંતુ માનવી પથ્થરના મંદિર બનાવે છે.- રવીન્દ્રનાથ ટાગોર
-અનુભવ વગરનું કોરું શાબ્દિક જ્ઞાન નિરર્થક છે.
-પૃથ્વી પરનો ગરીબ માણસ એ નથી કે જેની પાસે નાણાં ન હોય પણ જેની પાસે સ્વપ્ન નથી તે ગરીબ છે.-ચાણક્ય
-જ્યાં નદી ઊંડી હોય છે ત્યાં પાણીનો પ્રવાહ અત્યંત શાંત અને ગંભીર હોય છે.
-વિચાર ગમે તેટલો જાગૃત અને ઊંચો હોય પણ જ્યાં સુધી કાર્યાન્વિત ન થાય ત્યાં સુધી એની કોઈ જ કિંમત નથી.-ગાંધીજી
-દરીદ્ર વ્યક્તિ પેલા પૈસાદાર વ્યક્તિ કરતાં વધુ સુખી છે, જેને પોતાનું જ ધન કરડવા દોડતું હોય છે.
-જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની.- સ્વામી રામ
-જો કોઈ રહસ્યને દુશ્મનથી છુપાવવાનું હોય તો તેનો ઉલ્લેખ મિત્ર સાથે ક્યારેય ન કરો.
-પ્રાર્થના એ કંઈ ડોશીમાનું નવરાશની પળોનું મનોરંજન નથી, પ્રાર્થના તો અંતરનો નાદ છે.-ગાંધીજી
-અવગુણ હોડીમાં થયેલા છિદ્ર જેવા છે, જે એક દિવસ હોડીને ડુબાડી જ દે છે.
-સામો ઘા કરવાથી ક્ષણિક સુખ મળતું હશે પણ સામો ઘા નહીં કરવાથી ચિરકાળનું સુખ મળે છે. માટે ડાહ્યા માણસોએ મોટા સુખ ખાતર નાનું જતું કરવું.-તીરુવલ્લુર
-મનુષ્યનો માપદંડ તેની સંપત્તિ નહીં પરંતુ તેની બુદ્ધિશક્તિ છે.
-જે રીતે આગ આગનો નાશ કરી શકતી નથી, તે જ રીતે પાપી પણ પાપનો નાશ કરી શકતો નથી.
-આપણો રસ આપણા જીવનની કસોટી છે અને આપણા મનુષ્યત્વની ઓળખ.
-ફક્ત સકારાત્મક દ્રઢનિશ્વય જ કોઈ પણ જાદુઈ ઔષધિ કરતાં ચમત્કારિક છે.
-એટલા મીઠા ન બનીએ કે કોઈ ગળી જાય અને એટલા કડવા પણ ના બનીએ કે કોઈ થૂંકી દે.
-લક્ષ્ય જેટલું મહાન હોય છે તેનો માર્ગ તેટલો જ લાંબો અને ભયાનક હોય છે.
-દુનિયામાં સૌથી નિષ્ઠુર વ્યક્તિ એ છે જે પોતાનું કર્તવ્ય જાણે છે પરંતુ પાલન નથી કરતી.
-પ્રસન્નતાની ભાવનાની સરખામણી ખળખળ વહેતા જળ સાથે કરી શકાય છે.
જે કાં તો અત્યંત આળસુ હોય તે અથવા તો જે અત્યંત ઉદ્યમી હોય તે કદી ફરિયાદ કરતા નથી-ધૂમકેતુ
-જે નિશ્વિતને છોડીને અનિશ્ચિતતા પાછળ ભાગે છે, તે નિશ્વિતને પણ ગુમાવી દે છે.
-ઈશ્વરની અપેક્ષા હતી કે માનવી પ્રેમનું મંદિર બનાવે પરંતુ માનવી પથ્થરના મંદિર બનાવે છે.- રવીન્દ્રનાથ ટાગોર
-ધીરજ અને પરિશ્રમથી આપણે તે મેળવી શકીએ છીએ, જે બળ અને ઉતાવળમાં મળતું નથી.
-ઉજાગરો થયો હોય તેને રાત લાંબી લાગે છે, થાકેલાના રસ્તા લાંબા લાગે છે તે જ રીતે ધર્મને ન સમજનાર મૂઢ માણસને સંસાર લાંબો લાગે છે.- અજ્ઞાત
-સ્ત્રી અને પુરુષ વિશ્વરૂપી અંકુરના બે પાંદડાં છે.
-જ્યાં સુધી માનવ પોતાનું કર્તવ્ય નહીં બજાવે ત્યાં સુધી કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ અશક્ય છે.-સ્વામી વિવેકાનંદ
-નિરંતર સફળતા જીવનનું એક જ પાસું બતાવે છે, પરંતુ નિષ્ફળતા બીજું પાસું પણ બતાવે છે.
-શ્રદ્ધાનો અર્થ છે આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસનો અર્થ છે ઈશ્વર પર વિશ્વાસ.
-અનુભવ જ્ઞાનનો પિતા છે અને યાદશક્તિ તેની માતા.
-આદતને જો રોકવામાં ન આવે તો તે ઝડપથી ટેવ બની જાય છે.
-હાથીના પગલામાં જેમ બધા જ પ્રાણીના પગલા સમાઈ જાય છે તેમ અહિંસામાં બધા જ ધર્મોનો સમાવેશ થઈ જાય છે.- વેદવ્યાસ
-મિત્રોને સંતુષ્ટ રાખવા કદી તેમને ઉધાર આપવું નહીં કે તેમના પાસેથી લેવું નહીં.
-પિતાએ પુત્રના જન્મથી અને પુત્રે પિતાના મૃત્યુથી પોતપોતાના મૃત્યુનું અનુમાન કરી લેવું જોઈએ.-ઉદ્ધવ ગીતા
-શું થયું તેના પર હું કદી નજર રાખતો નથી, પરંતુ શું કરવાનું બાકી છે તેનું જ ધ્યાન રાખું છું.- ભગવાન શ્રીકૃષ્ણ
-કંજુસ જેવો દાતાર કોઈ થયો નથી કે થશે નહીં, કારણ કે તે પોતાનું બધું જ ધન એને હાથ પણ અડાડ્યા વિના મરણ પછી બીજાને આપી દે છે.-અજ્ઞાત
-થાકેલા માણસને કિલોમીટર જેટલો પ્રવાસ પણ લાંબો લાગે છે. તો જેણે ધર્મને જાણ્યો નથી તેને


જન્મોજન્મ શૃંખલા લાંબી લાગે છે.- બુદ્ધ
-જે આપણી સમક્ષ બીજાની નિંદા કરતો હોય તે બીજા સામે આપણી પણ નિંદા કરશે.
-અહંકાર મનુષ્યને દુષ્ટ બનાવી દે છે, જ્યારે નમ્રતા દેવદૂત.
-ક્યારેય વધુ પડતા લાગણીશીલ થવું નહીં અને વધુ પડતી બુદ્ધિથી ગમે તેમ બોલીને કોઈને હેરાન કરવા


નહીં.- અજ્ઞાત
-એટલા મીઠા ન બનીએ કે કોઈ ગળી જાય અને એટલા કડવા પણ ના બનીએ કે કોઈ થૂંકી દે.
-આપણે કરેલી સેવાની કોઈને વારંવાર યાદ અપાવવી એ પણ સેવાનો બદલો જ છે.-મોરારિબાપુ
-દુષ્ટ, મૂર્ખ અને માર્ગેથી ભટકી ગયેલાને સમજાવવો ઘણું કપરું છે.
-આ સંસારમાં મનુષ્યોને કોઈ બીજું સુખ કે દુ:ખ આપતું જ નથી, આ તેના ચિત્તનો ભ્રમ માત્ર છે.- ઉદ્ધવ


ગીતા
-નશાનું સુખ ફક્ત નકારાત્મક છે, દુ:ખની ક્ષણિક વિસ્મૃતિ.
-જે લોકો બીજાની ભલાઈ કરવાનું કાર્ય શરૂ કરે છે ત્યારે તેના ભલા માટે વિશ્વની સર્વ વસ્તુઓ કામ કરે


છે.- ભક્ત જલારામ
-જે આકર્ષક અને સુદંર છે, તે હંમેશાં શ્રેષ્ઠ નથી હોતું, પરંતુ જે શ્રેષ્ઠ છે તે હંમેશાં સુંદર હશે.
-આ વિશ્વમાં સોનું, ગાય અને જમીનનું દાન આપનારા સુલભ છે. પરંતુ પ્રાણીઓને અભયદાન આપનારા


માણસો દુર્લભ છે.- ભર્તુહરિ
-હે ઉદ્ધવ એના ચિત્તમાં અસંતોષ છે એ જ સૌથી મોટો ગરીબ છે, ભાતભાતની ઇચ્છાઓમાં ડૂબેલો તે


અસમર્થ એટલે કે લાચાર છે.-ઉદ્ધવ ગીતા
-મારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી છે, પણ મારા હોઠને તેની ક્યારેય જાણ થઈ નથી કારણ કે તે


સદા હસતા જ રહે છે.- ચાર્લી ચેપ્લીન
-ક્યારેક ન બોલવામાં પણ મોટું નુકસાન ભોગવવું પડે છે.
-તમારી સફળતા માટે ઘણા બધા જવાબદાર હશે પણ નિષ્ફળતા માટે તો માત્ર તમે જ જવાબદાર છો.-


સ્વામી વિવેકાનંદ
-ગુસ્સાથી મનુષ્યનો સ્વભાવ જ નહીં, સમગ્ર ચરિત્ર અને જીવન વિકૃત થઈ જાય છે.
-તાકાતથી દરેક વસ્તુ પર વિજય મેળવી શકાય છે, પરંતુ તે વિજય ક્ષણિક હોય છે.
-પરાજયથી સત્યાગ્રહીને નિરાશા થતી નથી. પરંતુ કાર્યક્ષમતા અને ઉત્સાહ વધે છે.-મહાત્મા ગાંધી
-જે વ્યક્તિ નાના-નાના કામોને પણ ઇમાનદારીથી કરે છે, તે જ મોટા કાર્યોને પણ એ જ ભાવનાથી પૂર્ણ


કરી શકે છે. સેમ્યુઅલ સ્માઇલ
-તમે જે ખુશી મેળવો છો તેનો આધાર તમે જેટલી ખુશી મેળવો છો તેના પર છે. શ્રી માતાજી
-બુદ્ધિ સિવાય વિચારપ્રચારનું અન્ય કોઈ જ શસ્ત્ર નથી. કારણ કે જ્ઞાન જ અન્યાયનો નાશ કરી શકે છે.


શંકરાચાર્ય
-પાપીની ધૃણા કરશો નહિ, પાપની કરજો, તમે પોતે પણ તદ્દન નિષ્પાપ તો નહીં જ હો. ભગવાન


મહાવીર
-ગુસ્સામાં રહેલી વ્યક્તિનું મોઢું તો ખુલ્લું રહે છે, પરંતુ આંખો બંધ રહે છે. અજ્ઞાત
-તમે જેને જુઓ છો તેને પ્રેમ કરી શકતા નથી તો જેને તમે ક્યારેય જોવાના નથી એ ભગવાનને કેવી રીતે


પ્રેમ કરશો. મધર ટેરેસા
-કેટલાંક પુસ્તકો માત્ર ચાખવાના હોય છે. કેટલાંક અંદર ઉતારવાના તથા કેટલાંક ચાવી અને પચાવી


શકાય છે. અજ્ઞાત
-પ્રતિશોધ લેતી વખતે માણસ પોતાના શત્રુની સમાન હોય છે, પરંતુ તેની ઉપેક્ષા કરવાથી તે સૌથી મોટો


થઈ જાય છે. ફ્રાંસિસ બેકન
-જે ભૂમિએ આપણને પેદા કર્યા અને આજેય પોષણ કરે છે, તેની ઉન્નતિ માટે સૌ સાથે મળી


તન-મન-ધનથી પ્રયાસો કરીએ. – સ્વામી દયાનંદ સરસ્વતી
-આપણી ખુશીનો સ્ત્રોત આપણી અંદર જ છે, આ સ્ત્રોત અન્ય પ્રતિ સંવેદના દ્વારા વૃદ્ધિ મેળવે છે. દલાઈ


લામા
-માતૃભાષા સભ્ય સમાજના નિર્માણનો પાયો છે. નરોત્તમ પલાણ
-હાસ્ય ખુશીમાંથી નહીં પરંતુ દુ:ખ-દર્દમાંથી આવે છે. ચાર્લી ચેપ્લિન
-જેનો પોતાની જીભ પર કાબૂ નથી તેનું પતન થાય છે. અજ્ઞાત
-એવું જીવન ના જીવો કે લોકો આપણાથી અંજાઈ જાય, પણ એવું જીવન જીવો કે લોકો આપણી


લાગણીથી ભીંજાઈ જાય. અજ્ઞાત
-મહાપુરુષોનું સર્વશ્રેષ્ઠ સન્માન આપણે તેમનું અનુસરણ કરીને જ કરી શકીએ. -મહાત્મા ગાંધી
-એક પાપ બીજા પાપ માટે દરવાજો ખોલી આપે છે તો એક પુણ્ય બીજા પુણ્યને આવકારે છે. ધૂમકેતુ
-કોઇ પણ વ્યક્તિ અન્ન વિના ચાર દિવસ, પાણી વિના ત્રણ દિવસ, હવા વિના આઠ મિનિટ રહી શકે છે


પણ આશા વિના એક સેકન્ડ પણ રહી શકાતું નથી માટે આશા ન છોડૉ. ડૉ. અબ્દુલ કલામ
-અત્યંત અધમ પાપીને એક મહાન સંત થવામાં ઘણીવાર એકાદ ક્ષણનું જ અંતર હોય છે. એમર્સન
-કોઈએ ભૂલ નથી કરી તો સમજો તેણે કામ નથી કર્યું
-કોઈ માણસ એમ કહે એણે કદી ભૂલ કરી નથી તો ચોક્કસ માનજો કે એણે જાતે કદી કોઈ કામ કર્યું નથી


થોમસ હકસલી
-ભોગમાં રોગનો, ઉચ્ચ કુળમાં પતનનું, માનમાં અપમાનનો, બળમાં શત્રુનો, રૂપમાં ઘડપણનો અને


શાસ્ત્રમાં વિવાદનો ડર હોય છે. ભય રહિત તો માત્ર વૈરાગ્ય જ છે. ભગવાન મહાવીર
-કુસંગથી સાધુનો, કુમંત્રણાથી રાજાનો, અત્યાધિક પ્રેમથી પુત્રનો અને અવિદ્યાર્થી બ્રાહ્નણનો નાશ થાય છે.-


વિદુર
-જીવનની સફળતા સમયના યથોચિત ઉપયોગ પર રહેલી જણાય છે. નેલ્સન
-સર્વોતમ મનુષ્યો તેમના દોષ વડે, તેમની ભૂલો વડે ઘડાય છે. શેકસપિયર
-આ વિશ્વમાં પ્રેમ કરવા લાયક બે વસ્તુ છે – એક દુ:ખ અને બીજો શ્રમ. દુ:ખ વિના હૃદય નિર્મળ થતું


નથી અને શ્રમ વિના મનુષ્યત્વનો વિકાસ થતો નથી. આચાર્ય શ્રીરામ શર્મા
-જ્યારે સઘળી કેળવણી માતૃભાષામાં અપાતી થશે ત્યારે જ ભાષાની ખીલવણી હશે. માર્કટેવેઈન
-તે આત્મા સુધી ન તો નેત્ર જઈ શકે છે,ન તો વાણી જઈ શકે છે કે ન તો મન જઈ શકે છે.–કેનોપનિષદ
- શરીર થી ઈન્દ્રિયોઓ શ્રેઠ છે,ઈન્દ્રિયો થી મન શ્રેઠ છે,મન થી બુદ્ધિ શ્રેઠ છે અને જે બુદ્ધિ થી પણ શ્રેઠ છે


તી આત્મા છે.–વેદવ્યાસ
-જયા લાગી આત્મા તત્વ ચીન્યો નહિ,ત્યાં લાગી સાધના સર્વ જુઠી –નરસીંહ મહેતા
-ન્યાય ની અદાલતો થી પણ એક અદાલત હોઈ છે અને તે છે અંતરાત્માના અવાજની,આ અંતરાત્માના


અવાજ ની અદાલત બધી જ અદાલતો કરતા શ્રેઠ છે.–મહાત્મા ગાંધી
-થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે …. અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી


ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે .!!
-ધુળ જેવી છે જીંદગી આપણી ….. આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર .!!!
-શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય ……. તે મોત ..
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ……….. તે મોક્ષ !!
-કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ


પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી ….
-બરફ જેવી છે આ જીંદગી … જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી ….
-પ્રશ્નો તો રહેવાના જ . સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે .. અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે


ભૂખ તો લાગે છે , પણ શું કરીએ ?!!!
-ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે … પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે


; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે .
-કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે .. જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે !!!
-સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
-વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય


છે…
-માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.
જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!
-જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !!
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે
-મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે , અને એ જ ગીત ને યાદ કરાવે


છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.
-પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને
સ્ત્રીને પરાજિત કરવી હોય તો એની પ્રશંસા કરો !!
-તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!
-દીકરો એટલે સુખડનો ટુકડો ,દીકરી એટલે કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો એ
બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે !!
-પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?
જેના કાન લાંબા , આંખ મોટી અને જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો
-પુરુષને મહાત કરી શકે એવી બે વિશેષતા સ્ત્રી ધરાવે છે
એક , એ રડી શકે છે અને બે , એ ધારે ત્યારે રડી શકે છે !!!!!
-આખી જીંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ નસીબ !
-સુખ દુખ મનની સ્થિતિ છે, આ સમાજ વિકસે તો નિરંતર પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય.
-જીંદગી એવી રીતે જીવો કે ભવિષ્યમાં બધા જાણે કે તમે કેવી રીતે જીવતા હતા.
-અશક્ય ભલે કઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી.
-કામ કરીને કમાવું તેમાં કોઈ શરમ નથી, આળસુની જેમ બીજાનું મોઢું જોઇને બેકાર બેસી રેહવું એ જ


સૌથી શરમજનક છે. -પ્રેમચંદ
-”જોડે ચાલવુ એ “શરુઆત” છે, જોડે રહેવુ એ “પ્રગતી “છે. જોડે જીવવુ એ “જીદંગી” છે, જોડે મરવુ એ


“પ્રેમ” છે. પણ અલગ રહીને પણ જોડે રેહવુ એજ “દોસ્તી
-નીચે પડી જવું એ કાઇ હાર નથી ….. હાર એ છે કે જ્યારે તમે ઉભા થવાની ના પાડો…
-નિરાશાવાદી માણસ દરેક તકમા મુશ્કેલીઓ શોધે છે જ્યારે આશાવાદી માણસ દરેક મુશકેલીમા તકો શોધે


છે…! – વિન્સટન ચર્ચિલ –
-જગતમાં ખરેખર ત્રણ વસ્તુઓ મહાન છે; પર્વત, મહાસાગર અને સાચા દિલથી કામ કરતો માનવી.


ત્રણેયની અંદર રહેલી શક્યતાનો તાગ આપણે પામી શકીએ તેમ નથી. – એમરસન
-ખ્યાતિ નદીની જેમ ઉદ્દગમ સ્થાન પર ખૂબ જ સાંકડી અને ખૂબ જ દૂરના સ્થાન પર અતિ વિશાળ હોય


છે.
-જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે
-સમજતો હતો કે દુ:ખ મને જ છે, પરંતુ દુ:ખ તો આખી દુનિયાને છે. જ્યારે ઊંચે ચઢીને મેં જોયું ત્યારે


મને લાગ્યું કે આગ તો દરેક ઘરમાં સળગી રહી છે.
-માનવરૂપે ફક્ત એક વખત જ જન્મ મળે છે એવું જે માને છે તે વ્યક્તિ પાસે એ પ્રશ્નનો કોઈ જવાબ નથી


કે મનુષ્યના મૃત્યુ બાદ કશું જ જવાબ નથી કે જો મનુષ્યના મૃત્યુ બાદ કશું નથી હોતું નથી, તો જીવનમાં


દુષ્ટ કર્મ અને શુભ કર્મ કરવાનું તાત્પર્ય શું છે? — મહર્ષિ દયાનંદ
-તમે તમારી જાતને મહાન માનતા હો તો તેનુ પ્રદશન કરવાની ભૂલ ન કરતા
-સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ


બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે. —જવાહરલાલ


નહેરુ
-પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે.
-ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે….સ્વામી પ્રણવાનંદજી
-શબ્દકોષમાં ‘મા’નો શબ્દાર્થ મળશે પરંતુ ‘મા’નો ખરો તો ભાવાર્થ હૃદયકોષમાં જ મળશે
-કોઈને શબ્દોથી કાપો નહિ પણ કોઈના દિલમાં સુંદર શબ્દો રોપો
-આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ.—ચાણક્ય
-પ્રકૃતિ ઇશ્વરનું સ્વરૂપ છે, કલા મનુષ્યનું સ્વરૂપ છે
-પસ્તાવો. હ્રદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે
-કલા પ્રકૃતિથી અનંત તરફ લઈ જતી સીડી છે
-સેંકડો હાથેથી ભેગું કરો, અને હજારો હાથેથી વહેંચી દો.
-મહત્વના બનવું તે સારું છે પણ સારા બનવું તે વધુ મહત્વનું છે.
-પોતાની જાતને ઓળખતા શીખવું એ સૌથી કઠિન અને અન્યના કામમાં ભૂલ શોધવી એ સૌથી સરળ કાર્ય


છે
-અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા
-માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે -ગીતા
-જે પોતાની જાતને સુખી નથી માનતો તે ક્યારે સુખી નથી થતો.
-સફળતાનો કોઈ શોર્ટકટ નથી. બીજાની નકલ કરીને તમે તમારી જાતને ક્યારેય મહાન બનાવી શકો નહીં
-જે પોતાના જ્ઞાનાનુસાર વર્તન કરે તે જ વિદ્વાન
-કોઈ પણ અતિથિનો સત્કાર કરવામાં કદી નાનું મન રાખવુ નહીં એટલે તો ‘અતિથિ દેવો ભવ’ કહેવાય છે
- નિશ્ચય જ સાચીમાં સાચી અને સારામાં સારી ચતુરાઈ છે.
-તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી. – જ્યોતિન્દ્ર દવે
-સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે.—ગાંધીજી
-શિક્ષણનો હેતુ વિદ્યાર્થીના મગજમાં માહિતીનું ભૂસું ભરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીના મનને


રૂઢિઓ,માન્યતાઓ, પૂર્વગ્રહો, અભિપ્રાયો વગેરેથી પૂર્ણપણે મુક્ત કરી એને સ્વતંત્રપણે વિચાર કરતો


કરવાનો છે.—જે.કૃષ્ણમૂ
-કપરા સંજોગમાંજે હિંમત રાખીને ચાલે છે એને વહેલી કે મોડી સફળતા મળીને જ રહે છે. સમયની સાથે


સંજોગ બદલાતા રહે છે.
-અભિમાનથી માનવી ફુલાઈ શકે છે ફેલાઈ શકતો નથી
-તમે તમારા કાર્યમાં ઓતપ્રોત થઈને આગળ વધો એમાં જ તમારું ગૌરવ છે
-તમે જે ધારો છો તે કરી શકો છો,તમારામાં સુષુપ્ત શક્તિનો ભંડાર પડેલો છે
-સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી.
-આ જગતમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જેનો એક પણ શત્રુ કે મિત્ર ન હોય.- ચિનુ મોદી.
-સફળતાનો માર્ગ જોખમ ભર્યો છે. તેની સામે લડનાર પુરૂષાર્થી જ પોતાનું જીવન સફળ બનાવી શકે છે.
-ન હો જો કશું તો અભાવો નડે છે, મળે જો બધું તો સ્વભાવો નડે છે.
-ગરબો એ વિશ્વકર્તા વિશ્વેશ્વરનાં વિશ્વેશ્વરી સ્વરૂપનું માતારૂપે સ્તવન પૂજન-અર્ચન છે.
-અહિંસા સત્યની શોધનો આધાર છે. – ગાંધીજી
-ગીત આનંદમય અને અનિર્વચનીય છે ! ડૉ. યશવંત ત્રિવેદી
-માનવસંસ્કૃતિના વિકાસના કેંદ્રમાં જો બાળક છે તો તેમના પ્રયેનો પ્રેમ અને તજ્જ્ન્ય બાલસાહિત્ય છે. —


શ્રદ્ધા ત્રિવેદી
-સાચો અને સંપૂર્ણ ધર્મ એક જ છે પરંતુ મનુષ્યમ માટે અનેક બને છે. —– ગાંધીજી
-સંયમ અને પરિશ્રમ માનવીનાં બે વૈદ છે. – રૂસો
-નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે.— મોરારી બાપુ
-કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે. –


દત્તકૃષ્ણાનંદ
-ઈશ્વરે મનુષ્યને અન્નને માટે શ્રમ કરવા સારું પેદા કરેલ છે અને તેને કહ્યું છે કે
-શ્રમ કર્યા વગર ખાય છે તે માત્ર ચોરી છે.આચાર્ય ઉમાસ્વાતિ
-કોઈપણ વ્યક્તિ અયોગ્ય હોતી નથી ફક્ત તેને પારખવાની દૃષ્ટિ હોવી જરૂરી છે.
-પસ્તાવો હૃદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે.
-જીવનકોષમાંથી બે શબ્દોને કાયમને માટે છેકી નાંખીએ – ‘અશક્યતા અને કંટાળો’ – જીવન જીવતાં


આવડે તો કશું અશક્ય નથી
-જેનાં નસીબ વાંકા હોય તેના હાથમાં સાધન પણ એવાં જ આવે છે બિચારાનુ કોઈ કામ થાય જ નહી.
-જે બાબત થકી સમાજમાં આનંદ પ્રસરતો હોય તેને સંઘરી રાખવાને બદલે જનસમુદાયમાં ખુલ્લી રાખવી


જોઈએ.
-જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહિ તો રહેજે વાંઝણી, મત ગુમાવે નૂર.
સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
-માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.
-ન્યાય માત્ર સાબિતીઓને તોલે છે, મતલબ ન્યાયના ત્રાજવામાં સાબિતીઓ તોળાય છે, ન્યાય સચ્ચાઇને


જોતો નથી.
-નાણા વગર નો નાથિયો અને નાણે નાથાલાલ..
-જિંદગીની સ્મરણયાત્રામાં સારા મિત્રોનું સ્મરણ એ સૌથી સુખદ અનુભવ છે કારણકે, એ બહુ અલ્પ હોય


છે.
-જ્યાં ઉધ્યમ છે ત્યાં જ ઊજાસ છે અને જ્યાં આળસ છે ત્યાં અંધકાર છે.
-જેવા વ્યક્તિત્વ સાથે ઉઠક-બેઠક વધુ હોય તેના જેવી જ અસરો તમારામાં ઉત્પન્ન થાય.
-વિદ્યા એક એવી વીંટી છે, જે વિનયના નંગ વડે જ દીપે છે.- સંત તુલસીદાસ
-વિચાર ભાગ્યનું બીજું નામ છે.- સ્વામી રામતીર્થ.
-કડવી શિખામણ હિતેચ્છુ જ આપે.
-શ્વાન સાથે પ્રિતડી, દો પાંતિકા દુઃખ, ખીજયા કાટે પાવકો, રીઝયા ચાટે મુખ.
-સારા દેખાવું સહેલું છે પણ સારા બનવું કઠીન છે.
-તૂટેલા તાર સંધાય છે પણ ભાંગેલાં હૈયા સંધાતા નથી.
-આપનું રક્તદાન અન્યની જિન્દગી બચાવે છે.
-જેની જરૂર નથી તે ખરીદશો તો જેની જરૂર છે તે વેચવું પડશે.
-વિચાર બળ એ મહાન શક્તિ છે.
-માનવી નાનો છે પરંતુ માનવતા મોટી છે.
-ધીરજ કડવી દવા સમાન છે પરંતુ તેનાં ફળ મીઠાં છે.
-જ્યાં વિશાળતા છે ત્યાં પરમાત્મા છે.
-રોગ કરતા રોગની ચિંતા વધારે ખરાબ છે.
-ખૂખાર ડાકુ કરતા ખરાબ પુસ્તક વધુ ખતરનાક છે.
-શ્રદ્ધા અને વિશ્વાસ, સફળતાની પાંખો છે.
-અધ્યાપક છે યુગનિર્માતા, વિદ્યાર્થી છે રાષ્ટ્રના ભાગ્ય વિધાતા.
-જ્યાં ઉપાય નથી ત્યાં ખેદ કરવો યોગ્ય નથી.
-મેળવજો નીતિથી, ભોગવજો રીતિથી અને તે સેવામાં વાપરજો પ્રીતિથી..
-પ્રાર્થના એક પ્રકારનું ભાવાત્મક ધ્યાન છે.
-જયારે તમને કોઈ પ્રેમ કરે છે ત્યારે, તમારી શક્તિ વધે છે.
જયારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમારી હિમત વધે છે.
-શ્રદ્ધા હોય તો પથ્થર પણ દેવ અને અશ્રદ્ધા હોય તો દેવ પણ પથ્થર.
-સંસારરુપી ચક્ર મનુષ્યને વળગેલ છે,જન્મ થાય તેનું મૃત્યું ચોક્કસ છે.પણ
તેનો જન્મ સાર્થક છે જે મનુષ્ય જીવનની દરેક પળને પારખીને જીવે છે.
આવેલાનું આગમન જે સ્નેહથી સ્વીકારે તે મનુષ્ય.
-સમયની કિંમત તે જાણી શકે,જે તેને વ્યર્થ ન જવાદે.
-માનવી આખર માટીમાં મળવાનો કારણ તે માટીમાંથી જ બન્યૉ છે.
-હ્રદયની ભાવના એ કહેવા કરતાં આંખોમાં સ્પષ્ટ જોઇ શકાય છે.
-પરમાત્માને શોધવા માટે પોતાના આત્માને ઓળખવો જોઇએ.
-મનુષ્યનું જીવન અને સંગીતની સરગમ એ બંન્ને સરખા છે.
સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા.
-બાહ્ય ચક્ષુ કુદરતને જુએ,અંતર ચક્ષુ પરમાત્માને જુએ.
-જીવનનું સાચું શિક્ષણ એ મળેલા સંસ્કાર છે.
-ગુરુ બે છે.એક આત્માનું કલ્યાણ કરે,બીજા જીવનનું.
-માગવું તે પામરતા છે,મળવું તે લાયકાત છે.
-મહેનત એ મનુષ્યનું કર્તવ્ય છે,ફળ તે તેની સાર્થકતા છે.
-તારું મારું એ અજ્ઞાનતા છે,અમારું તે સંસ્કાર છે અને તમારું એ સાચું જ્ઞાન છે.
-કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી. ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો


રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં.-અજ્ઞાત
-કોઈક વખત ખબર નથી પડતી કે જીવનનો રસ્તો કઈ તરફ જઈ રહ્યો છે ? પણ ચાલવાનું ચાલુ રાખો


ઈશ્વર તમારી સાથે જ હોય છે.- સ્વામી વિવેકાનંદ
-પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ


ક્યાંય છે જ નહીં.
-જેણે આંખમાંથી કદી કોઈને માટે આંસુ સાયાઁ નથી એવા માણસોથી દૂર રહો- અજ્ઞાત
-સરકારે મધમાખી જે રીતે ફૂલ પરથી મધ ભેગું કરે છે તે રીતે કર વસૂલાત કરવી જોઈએ. -ચાણક્ય
-મનુષ્યને કોઈ બીજું સુખ કે દુ:ખ આપતું જ નથી. આ તેના ચિત્તનો ભ્રમ માત્ર છે.-ઉદ્ધવ ગીતા
-કોઈએ એક વડીલને પૂછ્યું, ભગવાન, અલ્લાહ, વાહે ગુરુમાં શું ફરક છે ? તેમણે જવાબ આપ્યો મા,


અમ્મી અને બેબ્બેમાં છે એટલો.- અજ્ઞાત
-વિચાર એ એક એવું પંખી છે જે શબ્દ સ્વરૂપે પિંજરામાં પાંખ તો પ્રસારે છે પણ ઉડવા માટે અશક્ત


છે-ખલીલ જિબ્રાન
-સૌને મિત્ર નથી બનાવી શકતા તો ‘કોઇ વાત નહીં’, પરંતુ શત્રુ તો એકને પણ ન બનાવતા, અન્યથા તે


એક શત્રુ જ જીવવું મુશ્કેલ કરી નાખશે.
-આંખો નહીં ધરાવનાર કરતાં પોતાના દોષ છુપાવનાર આંધળો હોય છે.
-હવેની આવતી પેઢીઓ પાસે કલ્પનામાં નહીં હોય એટલી ભૌતિક સુવિધાઓ હશે, પરંતુ એની કિંમત સાટે


એમણે મનની શાંતિ ગીરવે મૂકી હશે.-ચર્ચિલ
-કોઈપણ મુશ્કેલી વગર જે જીતે તેને માત્ર વિજય કહેવાય, પણ અનેક મુશ્કેલી સાથે જે જીત મેળવે તેને


ઈતિહાસ કહેવાય.-હિટલર
-તમારા દુશ્મન કે હરીફનું સાંભળો કારણ કે તમારી ભૂલનો સૌથી વધુ ખ્યાલ તેને જ હોય છે.-સ્વામી


પીયૂષાનંદ સરસ્વતી
-પ્રામાણિકપણે અસંમતિ દર્શાવવી એ પણ વિકાસની નિશાની છે.-મહાત્મા ગાંધી
-હવેની આવતી પેઢીઓ પાસે કલ્પનામાં નહીં હોય એટલી ભૌતિક સુવિધાઓ હશે, પરંતુ એની કિંમત સાટે


એમણે મનની શાંતિ ગીરવે મૂકી હશે.-ચર્ચિલ
-કોઈપણ મુશ્કેલી વગર જે જીતે તેને માત્ર વિજય કહેવાય, પણ અનેક મુશ્કેલી સાથે જે જીત મેળવે તેને


ઈતિહાસ કહેવાય.-હિટલર
-તમારા દુશ્મન કે હરીફનું સાંભળો કારણ કે તમારી ભૂલનો સૌથી વધુ ખ્યાલ તેને જ હોય છે.-સ્વામી


પીયૂષાનંદ સરસ્વતી
-પ્રામાણિકપણે અસંમતિ દર્શાવવી એ પણ વિકાસની નિશાની છે.-મહાત્મા ગાંધી
-જો મિત્રતા તમારી નબળાઈ હોય તો તમે વિશ્વના સૌથી મજબૂત વ્યક્તિ છો-અબ્રાહમ લિંકન
-જીવનમાં બે વાત હંમેશા યાદ રાખવી.એક, જ્યારે ગુસ્સો આવે ત્યારે નિર્ણય ના લેવો અને બીજું ખૂબ


ખુશ હો ત્યારે કોઈને વચન ન આપશો.- સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
-તુચ્છ માનવી અલ્પસિદ્ધિથી પણ ઘમંડી બની જાય છે-અજ્ઞાત
-દુખ્યા અને ભૂખ્યા ના કામ કરો -સંત શ્રી ઓધવરામ
-માનવતા જગત નો સૌથી મોટો ગ્રંથ છે.-સંત શ્રી ઓધવરામ
-અનાજ શરીર નો ખોરાક છે અને પાર્થના મન નો.સંત શ્રી ઓધવરામ
-ખાય એ જીવ, ખવડાવે એ ઈશ્વર,ન ખાય ન ખવડાવે તે બ્રહ્મ -સંત શ્રી ઓધવરામ
-શેરડી નો સાઠો મીઠો જો ગાંઠ તોડો તો -સંત શ્રી ઓધવરામ
-હું વિશ્વમાં માત્ર એક જ સરમુખત્યારનો સ્વીકાર કરું છું અને તે છે મારા અંતરાત્માનો અવાજ. – ગાંધીજી
-ઊઠો, બહાદુર અને મજબૂત બનો, પોતાના ખભા પર જવાબદારી લો અને તમે જોશો કે તમે જ તમારા


ભાવિના નિર્માતા છો.
- સ્વામી વિવેકાનંદ
-કોઈ પણ બાપ એનાં સંતાનો માટે સૌથી મહત્વનું જે કામ કરી શકે છે તે આ છે સંતાનોની માતાને દિલથી


ચાહવી.- થિયોડોર એમ. હેઝબર્ગ
-જીવનમાં એ ન વિચારો કે ‘કેટલું મળવું જોઇએ.’ એ નક્કી કરો કે ‘કેટલું જોઇએ.’
-લોભનો કોઇ થોભ નથી. ઇશ્વર ભક્તિમાં સમય વિતાવો.
-જીવનમાં મારું મારું કરીને મરી જવા કરતાં તારું તારું કરીને તરી જવું સારું.-સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
-હવેની આવતી પેઢીઓ પાસે કલ્પનામાં નહીં હોય એટલી ભૌતિક સુવિધાઓ હશે, પરંતુ એની કિંમત સાટે


એમણે મનની શાંતિ ગીરવે મૂકી હશે.-ચર્ચિલ
-કોઈપણ મુશ્કેલી વગર જે જીતે તેને માત્ર વિજય કહેવાય, પણ અનેક મુશ્કેલી સાથે જે જીત મેળવે તેને


ઈતિહાસ કહેવાય.-હિટલર
-તમારા દુશ્મન કે હરીફનું સાંભળો કારણ કે તમારી ભૂલનો સૌથી વધુ ખ્યાલ તેને જ હોય છે.-સ્વામી


પીયૂષાનંદ સરસ્વતી
-પ્રામાણિકપણે અસંમતિ દર્શાવવી એ પણ વિકાસની નિશાની છે.-મહાત્મા ગાંધી
-જો મિત્રતા તમારી નબળાઈ હોય તો તમે વિશ્વના સૌથી મજબૂત વ્યક્તિ છો-અબ્રાહમ લિંકન
-જીવનમાં બે વાત હંમેશા યાદ રાખવી.એક, જ્યારે ગુસ્સો આવે ત્યારેનિર્ણય ના લેવો અને બીજું ખૂબ ખુશ


હો ત્યારે કોઈને વચન ન આપશો.- સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
-તુચ્છ માનવી અલ્પસિદ્ધિથી પણ ઘમંડી બની જાય છે-અજ્ઞાત
-પૈસાની સાથે જીવન જીવવું બુદ્ધિમત્તા છે, પૈસાને માટે જીવન જીવવું બુદ્ધિહીનતા છે. બુદ્ધિમાન બનો


બુદ્ધિહીન નહીં.
-સત્તાધીશોની સત્તાનો અંત એમની ખુરશી પરથી ઉતરતા જ આવે છે. જ્યારે દેશભક્તોની સત્તા તેમના


મૃત્યુ પછી પણ ચાલે છે.-સરદાર પટેલ
-અહંકારી કોઇની પાસે જવા માટે તૈયાર નથી, અને ક્રોધી પાસે કોઇ આવવા માટે તૈયાર નથી. અહંકાર
અને ક્રોધ બંનેથી બચો.
-મિત્રો વિના કોઈ પણ જીવવાનું પસંદ નહીં કરે, ભલે તેની પાસે અન્ય તમામ સારી વસ્તુઓ કેમ ન


હોય.-અરસ્તુ
-સફળતા દોડના અંતિમ ડગલે જ નથી મળતી,બલકે પ્રત્યેક ડગલાનો તેમાં હિસ્સો છે. એટલે પ્રત્યેક ડગલું


સમજી-વિચારીને જ ભરવું.
-ક્રોધ ક્ષણિક પાગલપન જ છે, જે આપણા ઉત્તમ વિચારો, સંકલ્પો, કર્મો અને પ્રતિષ્ઠાનો વિનાશ કરી દે છે.


ક્રોધથી હંમેશાં દૂર રહો.
-સફળ વ્યક્તિ સમસ્યાથી ક્યારેય ગભરાતા નથી. તેઓ પરિસ્થિતિઓના રાજા બનીને તેના પર હાવી


થઇને સમસ્યાને જીતી લે છે.
-પોતાના મન-મસ્તિકના થોડાક ભાગમાં પણ ખરાબ વિચાર બહાર કાઢી નાંખો, તુરત જ ખાલી સ્થાન


સર્જનાત્મકતાથી ભરાઈ જશે.-ડી.હોક
-દોષ કાઢવો સરળ છે, પરંતુ તેને સુધારવો મુશ્કેલ છે.-પ્લુટાર્ક
-આપણા વ્યક્તિત્વની ઉત્પત્તિ આપણા વિચારોમાં છે. આથી ધ્યાન રાખો કે તમે શું વિચારો છો, શબ્દ ગૌણ


છે, વિચાર મુખ્ય છે અને તેની અસર લાંબાગાળા સુધી રહેતી હોય છે. સ્વામી વિવેકાનંદ
-જે જ્ઞાન ભોળપણ છીનવી લે તે બોજરૂપ છે. જે વિલક્ષણતાનું વિશેષણ લગાવે તે જ્ઞાન બોજરૂપ છે.


બુદ્ધિમાન વ્યક્તિમાં અહંકાર ઊભો કરે તે જ્ઞાન બોજરૂપ છે. જે પોતાની સાથે આનંદની પળો ન લાવે તે


જ્ઞાન બોજરૂપ છે. જે ઈષૉથી મુક્ત ન કરી દે તે જ્ઞાન બોજરૂપ છે.
-જો તમે તમારા મનને અંકુશમાં રાખો તો તે તમારું મિત્ર બની રહેશે. પરંતુ જો મન તમને અંકુશમાં


રાખશે તો તે તમારું દુશ્મન બનશે.-ભગવદગીતા
-ખોટા કાર્ય કરતા નથી, તેથી તેમને કદી દંડ થતો નથી, તેથી તેઓ કદી મુક્ત પણ થઇ શકતા નથી.


ખરેખર તો, સાંસારિક ધક્કા જ આપણને જાગૃત કરે છે. તે જ આપણી અંદર મુક્તિની આકાંક્ષા જગાડે છે.-


સ્વામી વિવેકાનંદ
-તમારું દુ:ખ કોઈને ખુશી આપી શકે પણ તમારા હસવાથી કોઈને દુ:ખ ન પહોંચવું જોઈએ- ચાર્લી ચેપ્લિન


-આપણી આજની કેળવણીમાં ગુણ ગમે તેટલા હોય, પણ સૌથી મોટો દુર્ગુણ એક જ છે, અને તે એ જ કે


આપણે બુદ્ધિને ઊંચું અને શ્રમને નીચું સ્થાન આપવાની ભાવના સેવીએ છીએ. – અજ્ઞાત
-દયા એવી ભાષા છે કે જે બહેરા સાંભળી શકે અને અંધ અનુભવી શકે છે, મૂંગા સમજી શકે છે.-મહાવીર


સ્વામી
-પરિસ્થિતિ કેવી હશે તે આપણા હાથ માં નથી પણ પરિસ્થિતિ નો સામનો કેમ કરવો તે આપણા હાથ માં


જ છે
-જીભડી ના સ્વાદ માટે લાખો પશુઓની હત્યા થાય તો એ પાપ છે
-જીવન જ ઈશ્વર છે.- કબીર
-મૌનના ફળરૂપે પ્રાર્થના, પ્રાર્થનાનું ફળ શ્રદ્ધા, શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.-મધર ટેરેસા
-ભગવાનની નિષ્કામ ભક્તિ અનેક સિધ્ધીઓથી પણ શ્રેષ્ઠ ફળ આપે છે.- સ્વામિ આનંદ
-તમે હારી જાઓ એની ચિંતા નથી, પણ હારીને હતાશ ન થઈ જાઓ એની મને ચિંતા છે.- અબ્રાહમ


લિંકન
-જો ઈશ્વર આપણને જીવનભર કંઈ જ દુઃખ ન આપે તો મનુષ્ય તરીકેની આપણી સહનશક્તિનું એ સૌથી


મોટું અપમાન છે.
-જીવનમાં વધુ પડતી લાલચ પણ ચેપી રોગની બીમારી જેવી હોય છે.
-હું પ્રથમ રહું તેનું નામ સ્પર્ધા અને મારો હરીફ પાછળ રહી જાય એનું નામ ઇર્ષ્યા.- ભગવતગીતા
-સંક્ષેપ એ જ પ્રતિભા અને બુદ્ધિમત્તાનો આત્મા છે
-કુદરતી દુ:ખ એક કસોટી છે, ઊભું કરેલું દુ:ખ એક શિક્ષા છે. -શ્રી અરિંવદ
-આજ સુધી કોઈ પણ વ્યક્તિ અનુકરણ કરીને મહાન નથી બન્યો.
-ચંદ્ર અને ચંદન કરતા પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.- કાલિદાસ
-એક ચિત્ર એકલું જ હજાર શબ્દો બરાબર હોય છે.
-પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
-ફક્ત જીવતા રહેવું પૂરતું નથી. જીવનમાં કોઈ મોટું કામ અને હેતુ પણ હોવો જોઈએ.
-યશપૂર્ણ જીવનનો એક વ્યસ્ત કલાક કીર્તિ રહિત યુગો કરતાં ઘણો વધારે છે. -બહારનું દેખાતું જગત


મનનો વિલાસ માત્ર છે. એ એક ભ્રમ છે કારણ કે જે બધું જ દેખાય છે તે નાશ પામે છે.- ઉદ્ધવ ગીતા
-આ જીવન અલ્પકાલીન છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતાં


કરતાં મરેલાં વધારે છે.- સ્વામી વિવેકાનંદ
-જે ઘરની અંદર જ મનમેળ ના હોય, તે બહારની મુસીબતોનો સામનો કરી શકતું નથી.
-જો ઉદ્દેશ્ય શુભ ન હોય તો જ્ઞાન પણ પાપ બની જાય છે.
-પ્રાર્થના એ કઈ ડોશીમાનું નવરાશની પળોનું મનોરંજન નથી, પ્રાર્થના તો અંતરનો નાદ છે.- ગાંધીજી
-જે વર્તમાનની ઉપેક્ષા કરે છે, તે પોતાનું બધું જ ગુમાવી દે છે.
-ધીરજ વીરતાનું અતિ ઉત્તમ, મૂલ્યવાન અને દુર્લભ અંગ છે.
સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ, ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ આટલું માનવી કરે કબૂલ તો


દરરોજ દીલમાં ઊગે ખુશીના ફુલ- અજ્ઞાત
-કોઈ કારણસર ખુશ ન થાઓ કારણ કે નિમિતનો અંત આવતા ખુશીનો પણ અંત આવે છે. કારણ વગર


ખુશ રહેશો તો તે કાયમી હશે- સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
-જેની પાસે તંદુરસ્તી છે તેની પાસે આશા છે અને જેની પાસે આશા છે તેની પાસે બધું જ છે.
-શિક્ષિત લોકો પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે, પણ અનુભવી લોકો પોતાના પ્રમાણે પરિસ્થિતિ બદલી


શકે છે.-અજ્ઞાત
-આ મારું છે અને આ બીજાનું છે એવું સંકુચિત હૃદયવાળા જ સમજે છે. ઉદાર ચિત્તવાળા તો આખા


સંસારને પોતાનું કુટુંબ જ સમજે છે. – હિતોપદેશ
ખુશી
-ખુશીનો અર્થ મુશ્કેલીઓની ગેરહાજરી નહીં પરંતુ તેમને દૂર કરવાની તાકાત છે.
-તમે સમાજ પાસેથી જે લો એ પ્રતિષ્ઠા. તમે સમાજને જે આપો એ ચારિત્ર્ય. -જે પળથી તમે આ સમજો


એ પળથી જ જીવવાની શરૂઆત કરી છે એમ માનજો. – બૅયાર્ડ ટેઈલર
-આપણી ઈચ્છા મુજબ સામેની વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે એનેય તમારી જેમ જ


ઈચ્છા જેવું હોય ને !
-ઊંઘ એવો અફાટ સાગર છે, જેમાં આપણે આપણાં બધાં દુ:ખ ડૂબાડી દઈ શકીએ છીએ.
-મનુષ્યને બોલવાનું શીખતા લગભગ બે વર્ષ લાગે છે, પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા આખી


જિંદગી વીતી જાય છે.-સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
-દરેક વ્યક્તિ દુનિયાને બદલી નાખવાનું વિચારે છે, પોતાની જાતને બદલવાનું નહીં.
-વ્યક્તિ અથવા વસ્તુમાં સંગત અનુસાર જ પરિવર્તન આવે છે.
-વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ સૌથી અસરકારક હથિયાર સાબિત થતાં હોય છે.
-એવી શીખામણ ન આપો જે સુંદર હોય પણ જે લાભદાયક હોય એવી શીખામણ આપો.
-સંયમ અને ત્યાગના માર્ગે જ આનંદ અને શાંતિ સુધી પહોંચી શકાય છે.
-લાલચની પૂર્તિ ક્યારેય થઈ શકતી નથી. તેથી લાલચ અને ક્ષોભ કાયમ સાથે રહે છે.-સમર્થ ગુરુ રામદાસ
-પ્રસિદ્ધિ એ આપણાં વીરતાપૂર્વક કરેલાં કાર્યોની સોડમ છે.
-સેવકને પોતાનું રહસ્ય જણાવવું તેને સેવકમાંથી સ્વામી બનાવી લેવા જેવું છે.
-દોડવું નિરર્થક છે. મુખ્ય વાત તો સમયસર નીકળવું છે.
-જીવનમાં દયાથી ભરપૂર હૃદય સૌથી મોટી દોલત છે.- તિરુવલ્લુર
-સુધારો કર્યા વગરનો પ્રશ્વાતાપ એવો છે જાણે કે છિદ્ર બંધ કર્યા વગર જહાજમાંથી પાણી કાઢવું.
-મુસીબત અને નુકસાન બાદ મનુષ્ય વધુ વિનમ્ર અને જ્ઞાની બની જાય છે.
-જિંદગી શિક્ષકથી પણ ઘણી કડક છે. કારણ કે શિક્ષક ભણાવે છે અને પછી પરિક્ષા લે છે, પરંતુ જિંદગીમાં પહેલા પરિક્ષા આપવી પડે છે અને પાઠ શિખવા મળે છે.-સ્વામિ પિયૂષાનંદ સરસ્વતી
-આ સંસારમાં સૌથી સુખી એ જ વ્યક્તિ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવે છે.- ગેટે
-જે મનુષ્ય પોતાની ટીકા સાંભળી લે છે, તે તમામ જગત પર વિજય પ્રાપ્ત કરી લે છે.
-મૌનના ફળ રૂપે પ્રાર્થના, પ્રાર્થનાનું ફળ શ્રદ્ધા, શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.-મધર ટેરેસા
-માણસ પક્ષીની જેમ ઉડવા માંગે છે, કોયલની જેમ ગાવા માંગે છે, મોરની જેમ નૃત્ય કરવા માંગે છે, માછલીની જેમ તરવા માંગે છે પણ માણસ માણસની જેમ જીવવા માંગતો નથી.- અજ્ઞાત
-જ્ઞાની એ છે જે વર્તમાનને સારી રીતે સમજીને પરિસ્થિતિ અનુસાર આચરણ કરે.
-વાંચવાનું તો સૌ જાણે છે, પરંતુ શું વાંચવું એ ઘણા ઓછા લોકો જાણતા હોય છે.
-ઝરણાંને દરિયો થવું ક્યારેય ગમતું નથી કારણ કે મોટા થઈને ખારા થવું એના કરતાં નાના રહીને મીઠા રહેવું વધુ સારું.-સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
-જેવી રીતે તણખલું પવનની દિશા બતાવે છે, સામાન્ય ઘટનાઓ માનવ હૃદયની વૃત્તિઓ બતાવે છે.
-અભિમાની પાસે કોઈ જવા તૈયાર હોતું નથી અને ક્રોધી પાસે કોઈ આવતું નથી. આથી અભિમાન અને ક્રોધથી દૂર રહો- સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
-લક્ષ્યાંક માટે આશાવાદનો વિશ્વાસ જરૂરી છે. આશા કે વિશ્વાસ વિના કશું જ શક્ય નથી- હેલન કેલર
-શાંતિનો અર્થ ફક્ત નિ:શબ્દ રહેવું જ નહીં, પરંતુ મનનું મૌન પણ છે.
-સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો ….. આખરે તો એ મા – બાપને જ અનુસરશે !!